Friday, January 10, 2025

મોરબી જિલ્લામાં પ્લાસ્ટીક સર્જરી જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગ માં આયુષ હોસ્પિટલનું વધુ એક સફળ ઓપરેશન

Advertisement

મોરબીના એક અંતરિયાળ ગામડામાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા કેશુબેન પોતાના પૌત્ર નિમેષ સાથે રહેતા હતા. નિમેષના માથે માતા-પિતા ની છત્રછાયા પણ ન હતી.૯ વર્ષનો બાળક પોતાના વૃદ્ધ દાદી સાથે રહેતો હતો.૩ વર્ષ પહેલાં અકસ્માતમાં નિમેષના હાથે ફેક્ચર થયું હતું.તેમાં ઇજાના લીધે હાથની એક નસ નું પેરાલિસિસ થઇ જવાથી હાથ કાંડાના ભાગથી કામ કરવાનો બંધ થઈ ગયો હતો.વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલ મોરબી આવેલ.આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડિયલ ના કહેવા મુજબ દર્દીને ‘વ્રીસ્ટ ડ્રોપ’ (wrist drop) થયેલો હતો.તેનું કારણ ‘રેડિયલ નર્વ’ (radial nerve) નામની મુખ્ય હાથની ચેતાની નસનું પેરાલિસિસ હતું. લાંબો સમય થયેલ હોવાથી નસની રિકવરીના કોઈ ચાન્સ ન હતા.આ હાલતમાં ‘ટેન્ડન ટ્રાન્સફર’ (tendon transfer) નામનું એક જટીલ ઓપરેશન કરવું પડે છે.સામાન્ય રીતે આ ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ જવું પડતું હોય છે પરંતુ આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન હોવાથી અહી જ એ ઓપરેશન ડો. આશિષ હડીયલ દ્વારા કરવામાં આવેલ.અત્યારે બાળકનો હાથ પૂરેપૂરો કામ કરે છે.
દર્દી આર્થીક કે સામાજિક રીતે સક્ષમ ના હોવો થી એને હાથ સરો થવાની આશા છોડી દિધી હતી. પરંતુ સરકાર ની આયુષ્માન યોજના હોવી થી એનુ ઓપરેશન શક્ય બન્યુ હતુ..દર્દી એ સરકાર, હોસ્પિટલ અને ડોક્ટર નો આભાર માન્યો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW