Friday, January 10, 2025

માળીયામિંયાણાના ચીખલી ગામે માલધારીએ ચરાવવા માટે આપેલી ૫૦ જેટલી ગાયોમાંથી ૧૩ ગાયોને કતલખાને આપી દેતા કારસ્તાન ખુલ્યું

Advertisement

માળીયામિંયાણાના ચીખલી ગામે ખાખરેચી ગામના માલધારીએ ચરાવવા માટે આપેલી ૫૦ જેટલી ગાયોમાંથી ૧૩ ગાયોને કતલખાને આપી દીધાની કબુલાત આપતા પંથકમાં ખળભળાટ મચી ગયો

ચીખલી ગામના મુસ્લિમ શખ્સોનુ કારસ્તાન ગાયોને વેચીને કતલખાને આપી દીધાનુ ખુલ્યું ૬ આરોપીઓ ઝડપાયા

ખાખરેચી ગામના માલધારીની ૫૦ પૈકીની ૧૩ ગાયોને કતલખાને આપી દીધાની આરોપીઓની કબુલાત પોલીસ પાસે પોપટ બની ગયેલા આરોપીઓએ કારસ્તાન ઉપર વટાણા વેરી કબુલી હ્દય કંપી જાય તેવી કબુલાત

માળીયામિંયાણાના રણકાંઠે ખેલાયો ગાયોને વેચી મારી કતલખાને આપી દેવાનો ખેલ ચીખલી ગામે ૧૩ ગાયોને કતલખાને વેચીને કમાણી કરનારાઓના કારસ્તાનના પાપનો ઘડો ફુટ્યો પોલીસે પકડેલા આરોપીઓની કબુલાતથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો માળીયા પોલીસ મથકના પીઆઈ કે.કે.દરબારની સુચનાથી તાલુકાના ચીખલી ગામે તા.૨૭/૧૨/૨૦૨૪ના રોજ ખાખરેચી ગામના માલીકીની કુલ ગાય (જીવ) નંગ-૫૦ આરોપી (૧) મુસ્તાક આમીનભાઇ લધાણી તથા (૨) આમીનભાઇ કરીમભાઇ લધાણી રહે. બંને ચીખલી તા.માળીયા જી.મોરબી વાળાઓને પૈસા આપી રખેવાળી કરવા સોંપેલ હોય જે પૈકી ગાય (જીવ) નંગ-૧૪ પરત નહીં આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરતા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયેલ જેથી ઉપરોકત આરોપીઓને અટક કરવામાં આવેલ તેમજ મજકૂર આરોપીઓની સઘન પુછપરછ કરતા સદરહું ગાય નંગ-૧૩ સહ આરોપીઓને કતલ કરવા વેંચાણથી આપેલ હોવાની કબુલાત આપતા ઉપરોકત આરોપીઓ સહિત ફૂલ-૦૬ આરોપીઓને અટક કરવામાં આવેલ છે તેમજ આ કામેના ગુન્હામાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમોનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરીને વધુ તપાસ માળીયા પીઆઈ કે.કે.દરબાર ચલાવી રહેલ છે પકડાયેલા આરોપીઓ મુસ્તાક આમીનભાઇ લધાણી મિંયાણા ઉ.વ.૧૯ રહે.ચીખલી તા.માળીયા (મી), જી.મોરબી આમીનભાઇ કરીમભાઇ લધાણી મિંયાણા ઉ.વ.૪૫‌ રહે. ચીખલી તા.માળીયા (મીં) જી.મોરબી રમજાન હારૂનભાઇ જામ મિંયાણા ઉ.વ.૩૫, રહે.જુના અંજીયાસર, તા.માળીયા (મીં) જી.મોરબી અલાઉદ્દીનભાઇ મુસાભાઇ જામ મિંયાણા ઉ.વ.૨૦ રહે.કાજરડા, તા.માળીયા (મીં), જી.મોરબી અબ્બાસભાઇ મુસાભાઇ મોવર મિંયાણા ઉ.વ.૩૩ રહે.કાજરડા, તા.માળીયા (મીં), જી.મોરબી સાઉદ્દીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા મિંયાણા ઉ.વ.૩૬, રહે. કાજરડા, તા.માળીયા (મીં), જી.મોરબી વાળાઓની ધરપકડ કરી ઝડપી લીધા છે જેની આગળની કાર્યવાહી પીઆઈ કે.કે.દરબાર દ્વારા ચલાવીને તમામ‌ આરોપીઓની રિમાન્ડ સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ માળીયાના ખાખરેચી ગામે રહેતા જલાભાઇ ઉર્ફે જીલાભાઈ ભલુભાઈ શિયાર (ઉ.વ.૪૫) વાળાએ આરોપી મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે બંને ચીખલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની માલિકીની ગાયો જીવ ૨૦ અને બળદેવભાઈ મેવાડાની ગાયો ૩૦ આરોપીને પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી બાદમાં આરોપીઓને આપેલી ગાયો પૈકી જલાભાઇની ૩ ગાયો અને બળદેવભાઈની ૧૧ સહીત કુલ ગાય જીવ ૧૪ કીંમત રૂ.૮૫ હજાર વાળી પરત ના આપી બંને આરોપીએ વિશ્વાસઘાત કર્યો હતો માળીયા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમા આરોપી મુસ્તાક અમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે બંને ચીખલી વાળાને ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા પરત નહી આપેલી ૧૪ માંથી ૧૩ ગાયો કતલ માટે અન્ય આરોપીને વેચ્યાની કબુલાત આપી હતી જેથી માળીયા પોલીસે અન્ય આરોપી રમજાન હારૂન જામ રહે જુના અંજીયાસર અલાઉદીન મુસા જામ અબ્બાસ મુસા મોવર અને સાઉદીન ઓસમાણ રહે.ત્રણેય કાજરડા તા.માળીયા એમ ચાર સહીત કુલ ૬ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે તેમજ આ ગુનાહીત કૃત્ય કરનારા વિરુદ્ધ માળીયા પોલીસે આ કેસમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમોનો ઉમેરો કર્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે માળીયા પોલીસે કતલખાને આપેલી ગાયોનો ભેદ ઉકેલી ગાયોને વેચી મારી કાળી કમાણી કરનારાઓના કારસ્તાનનો પર્દાફાશ કરતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW