(અહેવાલ : મયંક દેવમુરારી)
મોરબી એ ડિવિજન પીઆઈ એચ.એ. જાડેજા ટીમની કાબિલેદાદ કામગીરી
આગામી મકરસંક્રાંતી તહેવાર દરમ્યાન મનુષ્ય, તથા પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી, સળગી ઉઠે તેવા તુકલ,વગેરે પકડી પાડવા સુચના હોય જે મોરબી એ ડિવિજન પોલીસ એ ખાનગી બાતમી આધારે ચાર ઇસમો ને પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા) નુ વેચાણ કરતા પકડેલ હોય જેથી મજકુર ચારેય ઇસમો પાસેથી ચાઇનીઝ દોરી(ફીરકા) કુલ નંગ-૪૫૧ કિ.રૂ.૨,૯૩,૧૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરુધ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી ના જાહેરનામા ભંગની બી.એન.એસ કલમ ૨૨૩,૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૧,૧૧૭ મુજબ અલગ અલગ ગુન્હાઓ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામા આવી
પકડાયેલ આરોપી તથા મુદામાલ-
(૧) મહેબુબભાઈ તૌફીકભાઈ ખોખર ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. મોરબી
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાઓ ફિરકા નંગ-૧૧ કુલ કિ,૭૧૫૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.
(૨) અનવરભાઈ હાજીભાઈ વડગામા ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. મોરબી
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાઓ ફીરકી નંગ-૨૯ ની કિ.રૂ.૧૮૮૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
(3) ફૈઝલભાઈ હનીફભાઈ પઠાણ ઉ.વ.૨૬ ધંધો કલરકામ રહે. મોરબી
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાઓ ફીરકી નંગ-૧૩ ની કિ.રૂ.૮૪૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
(૪) વિપુલભાઈ હસમુખભાઈ હિરાણી ઉ.વ.૪૨ ધંધો વેપાર રહે. મોરબી
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાઓ ફીરકી નંગ-૪૦૮ કુલ કિ.રૂ.૨,૬૫,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.