બાળકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોરના ભાઈ ના જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરાઈ
મોરબી : મોરબીમાં જન્મદિવસની બીજાને ખુશી આપી પોતે ખુશી અનુભવીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોરના ભાઈ દિનેશભાઇ રબારી ના જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરાઈ હતી. ગરીબોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઈના આજે જન્મદિવસ હતો. આથી દિનેશભાઇ ના જન્મદિવસની આપવાના આનંદ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. પછાત વિસતાર ના તથા ઝૂંપટપટ્ટી વિસ્તારમાં અંદાજીત ૮૦૦ જેટલા લોકોને ભાવતા ભોજનીયા કરાવીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.