Friday, January 24, 2025

કાર માં લઇ જવાતો દેશી દારૂ નો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધો

Advertisement

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપરથી કારમાંથી દેશીદારૂ લીટર ૬૬૦/- કિ.રૂ. ૧,૩૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૪,૯૨,૦૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, એક બ્લુ કલરની મારૂતી સ્વીફટ કાર રજી.નંબર- GJ-36-AL- 5300 વાળી કેફી પીણું ભરી માળીયા (મિં) તરફથી મોરબી બાજુ આવે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી દેશીદારૂ લીટર ૬૬૦/- કિ.રૂ. ૧,૩૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૪,૯૨, ૦૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કાર ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW