મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી થાય તેવી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા ટંકારા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૦૪૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૧૫(૧),૩૫૧(૨) વિ. મુજબના ગુનાના કામે ફરીયાદી અજીતભાઇ મુળજીભાઇ ભાગીયા રહે. હરીપર તા.ટંકારા જી.મોરબી વાળા પાસેથી આરોપીઓએ રૂપીયા-૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ડરાવી ધમકાવી પડાવેલ હોય જે રોકડા રૂપીયા આરોપીઓ પાસેથી કબજે કરી નામદાર કોર્ટના હુકમ મુજબ ફરીયાદીને રોકડા રૂપીયા-૫,૦૦,૦૦૦/- લાખ પરત અપાવી પોલીસ પ્રજાનો મીત્ર હોવાના સુત્રને સાર્થક કરતી ટંકારા પોલીસ