Tuesday, January 28, 2025

મોરબી બે મહીલાએ નજર ચૂકવી અઢી લાખના દાગીનાની કરી ચોરી: ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી પાડી

Advertisement

મોરબી: મોરબી સોની બજાર અંબાજી જ્વેલર્સમા ગ્રાહક બની આવી બે મહીલાએ અઢી લાખના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વેપારીએ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં બંને મહીલાઓને ઝડપી પાડી હતી.

મળતી માહિતી મુજબ મોરબી રવાપર ઘુનડા રોડ શ્રીજી હાઇટસ બ્લોક નં -૧૦૩ માં રહેતા હાર્દિકભાઈ ધીરેન્દ્રભાઈ રવેશીયાએ આરોપી અજાણ્યા સ્ત્રીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે અજાણ્યા સ્ત્રીઓએ ફરીયાદીની દુકાનમા ગ્રાહક તરીકે આવી ફરીયાદી તથા સાહેદની નજર ચુકવી દુકાનમા બોક્ષમા રાખેલ સોનાની દસ જોડી બુટી વજન ૪૪.૯૬૦ ગ્રામ કિ.રૂ.૨,૫૦૦૦૦/-ના મુદામાલ ની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી મરસ્જીના ઉર્ફ મુસ્કાનબેન બાબુભાઇ ખલીફા ઉવ-૨૭ રેહાલ મોરબી ચોકડી પાસે સાંદીપની પાછળ શ્રી નગર સોસાયટી હળવદ જી મોરબી મુળ રહે-સુલ્તાપનગર તા.ધાગધ્રા જી-સુરેન્ડ્રનગર,તથા રજીયાબેન મયુદીનભાઇ હબીબભાઇ ખલીફા ઉવ-૩૧ રહલ રહે-ભવાનીનગર ઢોળો રામાપીરના ચોક પાસે હળવદ મુળ રહે- સુલ્તાપનગર તા.ધાગધ્રા જી-સુરેન્ડ્રનગર વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આઇપીસી કલમ ૩૮૦,૧૧૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW