મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં અક્ષત ટાઈલ્સ કારખાના નજીકથી ઈંગ્લીશ દારૂની ૨૯ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં અક્ષત ટાઈલ્સ કારખાના નજીક અનિલભાઈ ચુનિલાલ લીલાપરા રહે. નવા ઘાટીલા, તા. હળવદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૯ કિં રૂ.૧૦,૧૨૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.