Monday, May 19, 2025

મોરબી માહિતી કચેરી ખાતેથી માહિતી મદદનીશ કુ. જલકૃતિ મહેતાને ભાવભીની વિદાય અપાઈ

Advertisement
Advertisement
Advertisement

જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે માહિતી મદદનીશ વર્ગ- ૩ ની જગ્યા પર નિયુક્ત માહિતી મદદનીશ કુ. જલકૃતિ કે.મહેતાને સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાએ તેમને ભારે હ્રદયે શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

૫ માસથી અત્રેની કચેરી ખાતે માહિતી મદદનીશ વર્ગ- ૩ ની જગ્યા પર નિયુક્ત કુ. જલકૃતિ મહેતાની જુનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જલકૃતિએ જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ૨ વર્ષ ફરજ બજાવી છે. તેમની જુનાગઢ બદલી થતા કચેરીના તમામ સ્ટાફે ભાવભીની વિદાય આપી હતી.

આ તકે માહિતી કચેરીના કર્મયોગી શૈલેશભાઈ ગોહિલ, ભરતભાઈ ફુલતરીયા, બળવંતસિંહ જાડેજા, આનંદભાઈ ગઢવી, જયભાઈ રાજપરા, કિશોરભાઈ ગોસ્વામી, પ્રવિણભાઈ સનાળિયા, જયેશભાઈ વ્યાસ, અજયભાઈ મુછડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW