ટંકારા પોલીસ મથક ના પીઆઈ કે.એમ.છાસીયા સર્વેલન્સ સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ કે, કાળા કલરની ક્રેટા કાર નંબર-GJ-07-DG-2192 વાળી નેકનામ તરફથી જોધપર ગામ તરફ આવનાર છે. જે ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકિકત આધારે રેઇડ કરતા બે ઇસમોને અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કી/વોડકા બોટલો નંગ-૩૧૮ કિ.રૂ. કી.રૂ. ૧,૨૪,૩૬૨/- તથા કીંગ ફીસર બીયર ટીન નંગ-૪૮ કી.રૂ. ૫,૫૬૨/- મળી કુલ કી.રૂ. ૧,૨૯,૯૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ. ૧૦,૦૦૦/-મળી કુલ કી રૂ. ૭,૩૯,૯૩૦/- ના મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા ઉ.વ. ૩૦ રહે.મેધપર ઝાલા તા.ટંકારા જી.મોરબી
(૨) કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉ.વ. ૩૨ રહે.જોધપર ઝાલા તા.ટંકારા જી.મોરબી
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:- (૧) યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા. વાંકાનેર જી.મોરબી