મોરબી સીટી એ ડીવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ઇંગ્લીશ દારૂના ગોડાઉનના ગુનામાં ગોડાઉન ખોટા નામથી ભાડે રાખનાર આરોપીને રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ ટીમ દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ મા ટંકારા તાલુકાના લજાઈ જીઆઇડીસી વિસ્તારમાં તથા મોરબીના શનાળા જીઆઈડીસી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો જેમાં કુલ ચાર શખ્સોને સ્થળ પર પકડી પાડી ૧૧ ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર,ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન રાજ્યમાં મોકલી તપાસ કરાવતા બન્ને ગુનાના કામે ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ તે તમામ દારૂ ડુપ્લીકેટ હોવાનુ તેમજ કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનુ તેમજ કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ખરીદ કરેલ હોવાનુ તેમજ ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે.અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઇ વ્યક્તી નહી હોવાનું જણાયેલ અને આ ભાડા કરારથી ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તીએ પોતાની ખોટી ઓળખ આપી ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરી આ બન્ને ગોડાઉન ભાડે રાખેલ હોવાનુ જણાયેલ જેથી ભાડા કરારમાં રહેલ ડોક્યુમેન્ટ તથા ફોટા બતાવી ઓળખ કરતા આ વ્યક્તિ કમલેશ હનુમાનરામ નહી પરંતુ જગદીશ ઉર્ફે જેડી પપ્પુરામ ઠાકરારામ સાહુ રહે.મેઘાવા ગામ તા.ચિતલવાના જી.જાલોર રાજસ્થાન વાળો હોવાનુ તપાસ દરમિયાન જણાય આવેલ જેથી તેની રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના ગાંધવ બાકાસર વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવતા તેની જરૂરી પુછપરછ કરતા આ બન્ને ગોડાઉન પોતે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ભાડેથી રાખેલ હોવાનુ અને તેમાં આ ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાના ભાગીદારો સાથે મળી મંગાવેલ હોવાનુ તેમજ ખોટી બિલ્ટી તથા વાહનો ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી પોતાના ભાગીદારોએ મંગાવેલ હોવાનુ જણાવતા ઇસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.