મોરબી તાલુકાના નીચીમાંડલ ગામની સીમમાંથી અપહરણ થયેલ ભોગનનનારને શોધી લઈ આરોપીને ઝડપી પાડતી તાલુકા પોલીસ.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૫૦૪૦૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૩૭(૨),૮૭,૬૪(૨)(આઈ)(એમ), ૬૫(૧) તથા પોક્સો કલમ- ૫(એલ),૬ મુજબનો ગુન્હો તા-૩૧/૦૧/૨૦૨૫ ના રાત્રીના નવેક વાગ્યાથી તા.૦૧/૦૨/૨૦૨૫ ના ત્રણેક વાગ્યાના વચ્ચેના કોઇપણ સમયે
મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમ માં વાડીએ બનેલ છે. અને આ ગુનો તા.૨૨/૦૨/૨૦૨૫ ના કલાક ૨૦/૧૦ વાગ્યે દાખલ થયેલ છે. આ કામની હકિકત એવી છે કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી અપહરણ કરી લઇ જતા ગુનો કર્યા અંગેની હકિકત જાહેર થતા ઉપરોકત ગુન્હો રજી. થયેલ હતો
ત્યારે તાલુકા પોલીસ ની ટીમે ટેકનિકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી ભોગબનનાર તથા આરોપીને દેવગણા ગામની સીમ તા.ધંધુકા જી. બોટાદથી શોધી કાઢી આરોપીને ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ભોગબનનારને તેમના માતા-પિતાને સોપેલ છે.
> અટક કરેલ આરોપીની વિગત :-
સિલદર ઉર્ફે સીરધાર સ/ઓ બોદરાભાઈ બધેલ રહે-નીચી માંડલની સીમ નરેન્દ્રભાઈ અંબારામભાઈ પારેજીયાના ખેતરમાં મુળ રહે. હોલી ફળીયુ ઈન્દ્રસીંહ ચોકી ગામ તા.જી. અલીરાજપુર રાજ્ય મધ્યપ્રદેશ વાળા