Wednesday, March 12, 2025

વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઇસમને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ

Advertisement

હોળી ધુળેટીના તેહવાર પહેલા વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક રોડ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ભરેલી હેરાફેરી કરતી કારને ચાલક સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ
નજીકના સમયમા હોળી ધુળેટીનો તેહવાર આવતો હોય અને વિદેશી દારૂના જથ્થાની હેરફેર થવાની શક્યતાઓ રહેલ હોય જે અનુસંધાને પ્રોહી ડ્રાઈવ ચાલુ હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ કિર્તિસિંહ બહાદુરસિંહ જાડેજા તથા પો.કોન્સ અજયસિંહ ઝાલા ને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પરથી રામદેવસિંહ ગજુભા ઝાલા ઉ.વ.૩૬ ધંધો.ખેતી રહે.રાયસંગપર તા. મુળી જી.સુરેન્દ્રનગર વાળાને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ ૧૬૮ કિ રૂ.૧,૦૧,૫૫૬/- કાર સાથે જેનો રજી નંબર GJ-01-KU-9080 વાળીમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા કુલ કિ.રૂ. ૪,૦૧,૫૫૬/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી સદરહુ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિશાલ ગોરધનભાઈ કોળી રહે.વરડુસર તા.વાંકાનેર વાળા હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતીમાન કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલ છે

• આરોપીઓના નામ

(૧) રામદેવસિંહ ગજુભા ઝાલા રહે.રાયસંગપર તા.મુળી જી.સુરેન્દ્રનગર

(૨) વિશાલ ગોરધનભાઈ કોળી રહે.વરડુસર તા. વાંકાનેર (પકડવા પર બાકી)

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW