માળીયા અને હળવદ પંથકમાં ગૌહત્યા કરનારા પાંચ શખ્સોને રાજ્યની જુદી જુદી જેલમાં પાસા તળે જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા
પોલીસની કડક કાર્યવાહી
માળીયા મિંયાણા/હળવદ પોલીસ સ્ટેશનના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે પાંચેય આરોપીઓને સત્વરે અટકાયત કરવા માટે આર.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેકટર માળીયા (મિં) ને સુચના કરેલ હોય જેના માર્ગદર્શન હેઠળ ડી.કે.જાડેજા પોલીસ સબ ઇન્સ માળીયા (મિં) પોસ્ટે તથા સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી નીચે જણાવેલ નામવાળા પાંચેય સામાવાળઓને તા.૧૫/૦૩/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી અલગ-અલગ જેલોમાં મોકલી દેવાયા.
નામ/સરનામું
સાઉદીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા/મિયાણા રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી
રમજાનભાઇ ફારૂકભાઈ જામ/મિયાણા રહે.જુના અંજીયાસર તા.માળીયા (મિં) જી.મોરબી
અલાઉદીનભાઇ મુસાભાઈ જામ/મિયાણા રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી
આમીનભાઇ રહીમભાઇ માણેક/મિયાણા રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી
અબ્બાસભાઇ મુસાભાઇ મોવર/મિયાણા રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી