ટંકારા પોલીસ ને ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ કે, ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે. લજાઇ ગામ તા.ટંકારા જી.મોરબી વાળાએ લજાઇથી ભરડીયા રોડ સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ મા પાર્વતી હોટલ લખેલ તથા પાંચ દુકાન વાળા કોમ્પ્લેક્ષની છત ઉપર ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે પોલીસે રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની નાની-મોટી વ્હીસ્કી/વોડકા બોટલો નંગ-૧૯૨ કિ.રૂ.૭૮૬૬૦/- નો મુદામાલ મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે.લજાઇ ગામ તા.ટંકારા જી.મોરબી