મોરબી જિલા પોલીસને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.ફ.ગુ.૨.નં.૧૨૬/૨૦૧૩ આઇ.પી.સી કલમ ૪૦૬ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી મહેશકુમાર અંજનીસીંગ રહે.લોહર પશ્ચિમ તા.જી.સુલતાનપુર (ઉતરપ્રદેશ) વાળો હાલે કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી મહેશકુમારસિંહ અંજનીસિંહ રાજપુત ઉ.વ.૩૩ રહે.લોહર પશ્વિમ તા.જી.સુલતાનપુર (ઉતરપ્રદેશ) વાળો નાની ચિરઇ ગામ પાસે ભચાઉ-ગાંધીધામ ને.હા.રોડ ક્રિષ્ના આઇ માતા હોટલ સામેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનને સોપી આપેલ