પોલીસ મહાનિરીક્ષક રાજકોટ અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા અવાર નવાર મોરબી જીલ્લામાં ગુન્હા ના કામે નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવ યોજવામા આવતી હોય જેથી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના અને ના.પો.અધિ. સારડા ના માર્ગદશન હેઠળ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય જેમાં સર્વેલન્સમાં ફરજ બજાવતા અનાર્મ પો.કોન્સ. ભરતભાઇ દલસાણીયા વાળાને ટેકનીકલી માધ્યમથી તેમજ હ્યુમન શોર્સ દ્વારા માહીતી મળેલ કે વાંકાનેર સીટી પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં-૩૭/૨૦૧૯ ઇપીકો કલમ ૩૯૪,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસ્તા ફરતા આરોપી નિતેષ બ્રીજલાલ શુકલા રહે-આશાપુર(નેવાડી) થાણા જેઠવાર જી-પ્રતાપગઢ ઉતરપ્રદેશ વાળાને નાગપુર ખાતે હોય જેથી પો.સ્ટેથી નાસ્તા ફરતા આરોપીને પકડવા સારૂ ટીમ મોકલતા આરોપી મળી આવતા ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ ઈસમ (આરોપી):-
• નિતેષ બ્રીજલાલ શુકલા રહે-આશાપુર(નેવાડી) થાણા જેઠવાર જી-પ્રતાપગઢ ઉતરપ્રદેશ