Monday, May 19, 2025

મોરબી: બેંક ઓફ બરોડા બેંક દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નાણા મંત્રાલય, ભારત સરકારના નિર્દેશન હેઠળબેંક ઓફ બરોડા તારીખ16 થી 31મી જાન્યુઆરી 2023 દરમિયાન રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડા-2023ની ઉજવણી કરી રહી છે. બેંક વિવિધ શાખાઓ/કેન્દ્રો પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અનુસંધાને, સ્વચ્છ પર્યાવરણ- સ્વસ્થ સમાજ નારા સાથે રાષ્ટ્ર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવવા બેંક ઓફ બરોડા મોરબી મુખ્ય શાખા ખાતે આજે બેંકના ગ્રાહકો તેમજ આમ જનતા માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંકના ગ્રાહકો તેમજ આમ જનતાએ તેનો બહોળો લાભ લીધેલો. સાથે સાથે વધુને વધુ વ્રુક્ષો વાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા, આસપાસ સાફ સફાઇ રાખવી વગેરે બાબતો પર જાગૃતિ વધે એવા સંદેશા આપેલ આ આયોજનને અતિ સફ્લતાપૂર્વક કરવામા આસિસ્ટન્ટ જનરલ મેનેજર અનિલ કુમાર , ચીફ મેનેજર રાજુલ ભાઇ હાથી, અને મેનેજર અમિત ભાઇ વાજાનો ખુબ જ મહત્વનો ફાળો રહેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW