મોરબી એલસીબી નો સ્ટાફ માળીયા (મિં) પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માળીયા-જામનગર હાઇવે રોડ માળીયા રેલ્વે ફાટક પાસે આવતા સામેથી એક ફોર વ્હીલ ગાડી આવતી જોવામાં આવેલ જે ગાડી દેખીતી રીતે શંકાસ્પદ જણાતી હોય જેથી આ ગાડીના ચાલકને હાથનો ઇશારો કરી ઉભી રાખવા કહેતા આ ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાના હવાલા વાળી ફોર વ્હીલ ગાડી રોડની સાઇડે ઉભી રાખેલ અને પોલીસ તેની પાસે જતા આ ફોર વ્હીલ ગાડીના ચાલકને પોલીસ અંગેની શંકા જતા પોતાના હવાલા વાળી ફોર વ્હીલ ગાડી રેઢી મુકીને નાશી ભાગી ગયેલ જેથી આ મળી આવેલ ફોર વ્હીલ ગાડી મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નીશ કંપનીની રજી.નં. GJ-03-LG-0392 વાળીમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હોય માળીયા (મિં) પોસ્ટે.ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
– આરોપીનુ નામ સરનામા:-
(૧) મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નીશ ફોર વ્હીલ ગાડી રજી.નં. GJ-03-LG-0392 નો ચાલક તથા તપાસમાં ખુલ્લે તે
> પકડાયેલ મુદામાલની વિગત –
(૧) અલગ-અલગ પ્લાસ્ટીકના બાચકા નંગ-૮ જેમાં દેશી દારૂ લીટર-૪૦૦ કિ.રૂ.૮૦,૦૦૦/-
(૨) ફોર વ્હીલ ગાડી રજી.નં. GJ-03-LG-0392 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૮૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.