Saturday, April 19, 2025

માળીયા તાલુકાના માણાબા ગામે થી બે વર્ષ પહેલા ચોરી થયેલ મો.સા. સાથે એક ઈસમ ને ઝડપી લેતી એલસીબી

મોરબી એલસીબી માળિયા મી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન માળીયા (મિં) નજીક આવેલ ખિરઇ ગામના પાટીયા પાસે હાઇવે ઉપર આવતા એક ઇસમ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે ઉભેલ હોય જે શંકાસ્પદ જણાતા મજકુર ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્રો. કંપનીનુ નંબર પ્લેટ વગરનુ હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ અને આ મોટર સાયકલ તેણે આજથી બે વર્ષ પહેલા માળીયા (મિં) તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલ ધોડાધ્રોઇ નદીના રેલ્વે પુલ નીચેથી ચોરી કરેલ હોવાનું તેમજ આ સીવાય પણ અન્ય એક મોટર સાયકલ તેણે આજથી બે વર્ષ પહેલા મોરબી તાલુકાના ખોખરા હનુમાનજીના મંદીરના સામેના ભાગેથી ચોરી કરેલ મેળવેલ હોય જે મો.સા. હાલે બંધ હાલતમાં તેના ઘરે પડેલ હોવાનુ જણાતા જે બન્ને મો.સા.બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા.પૈકી એક મોટર સાયકલ બાબતે માળીયા (મિં) પોસ્ટેમાં મો.સા.ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય અને અન્ય મો.સા. જે ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા બન્ને મોટર સાયકલ ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી માળીયા (મિં) પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.

– પકડાયેલ ઇસમનું નામ સરનામુ:-

> રફીકભાઈ નુરમામદભાઇ ઉર્ફે નામોરી સામતાણી/ ઉ.વ.૩૨ રહે.ખિરઇ તા.માળીયા (મિં) જી.મોરબી

– ડીટેક્ટ કરેલ ગુનાની વિગત:-

(૧) માળીયા (મિં) પોસ્ટે એ પાર્ટ.ગુ.ર.ન.૦૪૨૬/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ

– પકડાયેલ મુદામાલની વિગત –

(૧) નંબર પ્લેટ વગરનુ હિરો સ્પેલન્ડર પ્રો. મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/-

(૨) હીરો હોંડા સ્પેલન્ડર કાળા કલરનું મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/-

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW