મોરબી એલસીબી ટીમે માટીની આડમાં છુપાવી મોરબી લવાતા ઈંગ્લિશ દારૂ સાથે બે ઝડપી લીધા
મોરબી એલસીબી પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, સામખીયાળી તરફથી એક ટ્રક ટ્રેલર નંબર-RJ-32-GD-2544 વાળી મોરબી તરફ આવનાર છે. જે ટ્રક ટ્રેલરના પાછળના ભાગે તાલપત્રી બાંધેલ છે અને તેમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે માળીયા (મિં) ના ભીમસર ચોકડી નજીક આવેલ ઓવર બ્રીજ પાસે સર્વીસ રોડ પાસે ટ્રક ટ્રેલરની વોચમાં હતા તે દરમિયાન હકીકત વાળી ટ્રક ટ્રેલર નીકળતા તેને ચેક કરતા ટ્રક માંથી અલગ-અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૫૬ મળી આવતા માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ
> પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧). ડ્રાઇવર- સોહનસિંગ નંદુસિંગ રાવત રહે. દેવરી મસુદા રોડ તા.મસુદા જીલ્લા બ્યાવર (રાજસ્થન)
(૨) ક્લીનર/ખલાસી :- જસવંતસિંગ નેપાલસિંગ રાવત રહે.ન્યા ગામ સારોટ તા.ભીમ જી.બ્યાવર
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
૧. માલ મોકલનાર- ઓમસિંગ ઉર્ફે ઓમ પ્રકાશ રાવત રહે.બ્યાવર રાજસ્થાન
> પકડાયેલ મુદામાલની વિગત
(૧) ટ્રક ટ્રેલર નં. RJ-32-GD-2544 કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-
(૨) બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૯૯,૩૬૦/-
(3) એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીનીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૬૩,૩૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૧,૬૨,૬૬૦ /- નો મુદામાલ કબજે કરેલ છે.