Sunday, April 20, 2025

મોરબી જિલ્લામાં ૨૩ એપ્રિલે વાંકાનેરના કોઠી તથા ૨૪ એપ્રિલે આમરણ પી.એચ.સી ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે

કેમ્પમાં કેન્સરના નિષ્ણાંત ડોક્ટર્સ નિ:શૂલ્ક સેવા આપશે; કેમ્પનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો

મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૦૯:૩૦ વાગ્યાથી બપોરે ૦૧:૩૦ વાગ્યા સુધી વિવિધ પ્રકારના કેન્સરના રોગ અંગેના નિદાન અને સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્ક્રીનીંગ કેમ્પમાં GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી વિવિધ કેન્સર રોગના નિષ્ણાંત ડોકટર સેવા આપશે અને જરૂર જણાયે દર્દીઓની આગળની તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે. મોરબી જિલ્લાની તમામ જાહેર જનતાને આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનો બહોળી માત્રામાં લાભ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW