Sunday, May 4, 2025

હરિયાણા ના પાણીપત ખાતે દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે આયોજિત ચેમ્પિયન ટ્રોફી માં ગુજરાતે દિલ્હી પર શાનદાર જીત મેળવી

Advertisement
Advertisement

ઝડપી બોલરોના દમ પર ગુજરાતે દિલ્હી પર શાનદાર જીત મેળવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો.

હરિયાણાના પાણીપત સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે આયોજિત ચેમ્પિયન ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ગુજરાતના ફાસ્ટ બોલરોએ દિલ્હીને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું અને આખી ટીમને માત્ર 67 રનમાં ઓલઆઉટ કરી દીધી.
ટોસ જીતીને કેપ્ટન દીવનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ત્યારે સાચો સાબિત થયો જ્યારે દિલ્હીએ પ્રથમ 5 ઓવરમાં 9 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી.
ઋષભ પરમાર, પ્રણવ જોશી, અંશ ભાકર અને ડેનિયલની ખતરનાક ટીમે દિલ્હીને ફક્ત 67 રનમાં ઓલઆઉટ કરી દીધું જેમાં પ્રણવ જોશીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી, અંશ ડેનિયલ અને ઋષભે બે-બે વિકેટ લીધી.
૬૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર ચાર ઓવરમાં મેચ જીતી લીધી. અંશ ભાકરને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

હવે ગુજરાતનો ફાઇનલ મુકાબલો હરિયાણા ફાઇટર સામે રમાશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW