૫૬,૮૯૨/- નો મુદામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી
મોરબી એલસીબી ને ખાનગી રાહે હકિકત મળેલ કે, સહેર ના કાલીકા પલોટમાં સાયન્ટીફીક મેઇન રોડ ઉપર આઝાદ ચોકમાં એક બંધ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જે હકીકત આધારે રેઇડ કરતા દારૂ મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમ વિરુધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
> પકડાયેલ મુદામાલની વિગત –
(૧) રોયલ ચેલેન્જર ફાઇન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ મીલીની કાચની કુલ બોટલો નંગ-૩૬ કિ.રૂ.૨૪૬૯૬/-
(૨) મેગ્ડોવેલ્સ નં-૧ ઓરીઝનલ વ્હિસ્કી ૭૫૦ મીલીની કાચની કુલ બોટલો નંગ-૩૬ કિ.રૂ.૨૦૧૯૬/-
(૩) ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા ૭૫૦ મીલીની કાચની કુલ બોટલો નંગ-૨૪ કિ.રૂ. ૧૨૦૦૦ /- મળી કુલ કિ.રૂ. ૫૬૮૯૨/- નો મુદામાલ મળી આવેલ છે.