Wednesday, April 30, 2025

પંજાબ થી વાંકાનેર સુધી પોહચી ગયેલો જંગી દારૂ નો જથ્થો મોરબી LCB એ ઝડપી લીધો

Advertisement

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૧૪૦૪૦ કિ.રૂ.૬૭,૬૯,૯૨૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૦૨,૭૭,૯૨૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

મોરબી LCB ને ખાનગીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક ટ્રેઇલર નંબર- RI14-GG-5205 વાળુ રાજકોટ તરફ જનાર છે. જે ટ્રેઇલરમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ હકિકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલપ્લાઝા પાસેની પોલીસ ચોકી સામે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન ટ્રેઇલર નીકળતા તેમાંથી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડાયેલ આરોપીના નામ સરનામાં:-

(૧) ટ્રક ટ્રેલર રજી.નં. RJ14-GG-5205 નો ડ્રાઇવર- સતારામ કૂશારામ જેશારામજી ખોથ/ રહે જાયડુ ગામ લેગાખોથા કી ઢાણી તા. રામસર જી.બાડમેર રાજસ્થાન

– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-

(૧) ટ્રક ટ્રેઇલર તથા માલ મોકલનાર:- કિશોર સારણ રહે.ખડીર ગામ તા. રામસર જી.બાડમેર રાજસ્થાન

(૨) માલ મંગાવનાર તથા તપાસમાં ખુલ્લે તે

> પકડાયેલ મુદામાલની વિગત –

(૧) રોયલ સ્ટગ સુપીરીયલ્સ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂ.૩,૯૬,૦૦૦/-

(૨) રોયલ સ્ટગ સુપીરીયલ્સ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૬૩૨ કિ.રૂ.૩૦,૫૭,૧૨૦/-

(૩) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-. ૨૭૩૬ કિ.રૂ.૧૮,૭૬,૮૯૬/-

(૪) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૭૨૮ કિ.રૂ.૨,૯૩,૭૬૦/-

(૫) મેકડોલ નંબર-૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૮૭૨ કિ.રૂ.૧૦,૫૨,૦૬૪/-

(૬) મેકડોલ નંબર-૧ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૬૭૨ કિ.રૂ.૯૪,૦૮૦/-

(૭) ટ્રક ટ્રેલર રજી.નં. RJ14-GG-5205 કિ.રૂ.૩૦,૦૦,૦૦૦/- (૮) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫૫૦૦/-

(૯) મગફળીના ભુસાની ભરેલી બોરીઓ નંગ-૧૫૦ કિ.રૂ.૦૦/૦૦ (૧૦) બિલ્ટી, ઇ-વે બીલ તથા ઇનવોઇસ બીલ કિ.રૂ.00/00 તથા રોકડા રૂપીયા ૨૫૦૦/- તેમજ તાળપત્રી રસ્સો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૦૨,૭૭,૯૨૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

**આરોપીની દારૂ ધસાડવા અંગેની ખાસ પધ્ધતિ**

હાલમાં સમગ્ર રાજયની બોર્ડર ઉપર પોલીસ ધ્વારા ગે.કા.ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય જેથી પકડાયેલ ટુક ટ્રેઇલરના ડ્રાઇવરે પંજાબ રાજયના ભટીંડાથી ઉપરોકત દારૂનો જથ્થો ભરી પોતાને પોલીસ પકડે નહિ તે માટે પંજાબથી હરીયાણા, રાજસ્થાન રાજયમાં થઇ ગુજરાતમાં આ દારૂનો જથ્થો ભરેલ ટ્રક ટ્રેઇલરમાં ઉપરના ભાગે મગફળીના ભુસાની બોરીઓની આડમાં સંતાડી દારૂની ફૂડ પ્રોડકટ અંગેની ખોટી બિલ્ટીઓ બનાવી/રજૂ કરી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો આરોપીઓ દ્વારા ગે.કા.રીતે ગુજરાતમાં ઘુસાડેલ છે.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW