Tuesday, May 6, 2025

મોરબીમાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓની સુલભતાને સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રના અધિકારીઓ ગામડાઓની મુલાકાતે

Advertisement
Advertisement

કલેક્ટરની સુચના અનુસાર ૨૪ અધિકારીઓએ જિલ્લાના ૨૪ ગામડાઓમાં વિવિધ સવલતો અને પ્રશ્નોની સમીક્ષા કરી

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઈ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે જિલ્લાના ગામડાઓમાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર તા.૦૩/૦૫/૨૦૨૫ ના રોજ વહીવટી તંત્રના ૨૪ અધિકારીઓ દ્વારા જિલ્લાના ૨૪ ગામડાઓની મુલાકાત લઇ ગામડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના ૧૧, માળિયા તાલુકાના ૫, હળવદ તાલુકાના ૩, ટંકારા તાલુકાના ૩ અને વાંકાનેર તાલુકાના ૨ ગામ મળી કુલ ૨૪ ગામમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા કરવામાં આવી છે.

આ આકસ્મિક મુલાકાત અંતર્ગત અધિકારીઓએ ગામડાઓમાં પીએચસી/ સીએચસી/ સબ સેન્ટરની કામગીરી અને સ્ટાફની હાજરી, તલાટી અને ગ્રામ સેવકની કામગીરી અને હાજરી, ગામમાં પીવાના પાણી બાબતે ઉપલબ્ધ સુવિધાઓ અને પડતી મુશ્કેલી, ગામમાં ગૌશાળા હોય તો ગૌશાળા ‘ગૌમાતા પોષણ યોજના’નો લાભ મેળવે છે કે કેમ ? તેમજ ગૌ વંશની નિભાવ અંગેની વ્યવસ્થા તથા સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ, ગામમાં મોડેલ ફાર્મ આવેલ હોય તો દરરોજ કેટલા લોકો તેની મુલાકાત લે છે ? મોડેલ ફાર્મની મુલાકાત લેનાર લોકોને મોડેલ ફાર્મ વિશે માહિતગાર કરવામાં આવે છે કે કેમ ? તથા મોડેલ ફાર્મના ખેડૂતને થતા લાભ સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે.

આકસ્મિક મુલાકાત અનુસંધાને સરકારીની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડા સુધી પહોંચે અને રોડ-રસ્તા, આરોગ્યપ્રદ જીવનપ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર માટે સુલભ બને તે બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW