રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે માળીયા(મિ) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે. આ સાથે જ પરીક્ષા આપેલ 10 વિધાર્થીઓ પૈકી 5 વિધાર્થીઓ ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા સુહાના, નેરા મુસ્કાન અને ટોરિયા કરણ એ આજરોજ જાહેર થયેલ કામચલાઉ મેરીટ યાદીમાં સ્થાન મેળવેલ છે. આ વિધાર્થીઓને ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન 90,000 જેટલી શિષ્યવૃતિ મળવા પાત્ર છે. જે બદલ શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા, અલ્પેશભાઈ મોવાલિયા,ચિરાગભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવાર તરફથી બધા વિધાર્થીઓ અને એમના માર્ગદર્શક શિક્ષક એવા રાકેશભાઈ ફેફરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.