મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીભાઈ એ શાળામાં કદમ્બ નું પવિત્ર ઝાડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણના નિર્માણ પ્રત્યે યુવાનો જાગૃત થાય તેવો સંદેશ આપવા પ્રયત્ન કરેલ છે. હમણા જ 49 મી વખત રક્તદાન કરી જન્મદિવસ ને યાદગાર બનાવ્યો છે. આજે સોનામાં સુગંધ ભળે તેમ અનેરી રીતે જન્મદિવસ ઉજવી કરવામાં આવી છે. બીજા લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય જન્મદિવસ નિમિતે કરેલ છે. મોરબી જિલ્લામાં ચાલતા ત્રણેય પુસ્તક પરબ માં સ્પર્ધાત્મક પરીક્ષા માં વિધાર્થીઓને ઉપયોગી થાય તેવા તેમજ સમાજને ઉપયોગી થાય તેવા પુસ્તકો આપી અનોખી ઉજવણી કરી છે. મોરબી પુસ્તક પરબ માં હાજરી આપી અર્પણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે આરએસએસ માં પશ્ચિમ ક્ષેત્રના માન્ય સંઘ ચાલકજીની જવાબદારી સંભાળતા ડો. ભાડેશિયા , ડો સતિષભાઈ પટેલ હાજર રહ્યા હતા.