મોરબી ના સામાંકાંઠે આવેલ યુનિક સ્કૂલમાં બાળકોએ ગૌ પૂજન તુલસી પૂજન સૂર્ય નમસ્કાર દીપ પૂજન સરસ્વતી વંદના અને સ્વસ્તિ વાંચન દ્વારા નવ વર્ષ ની શુભ શરૂઆત કરી.
નવ વર્ષની આવકારવા માટે સંવત્સવના દિવસે સ્કૂલમાં પરંપરાગત રંગોળી બંધનવાર તિલક મિસરી શ્રીફળ હલ્દી કુમકુમ જેવા પવિત્ર અને મંગલકારી દ્રવ્યોથી બાળકોને ઓગસ્ટ કરવામાં આવ્યા અને નવો વર્ષ ઉજવવાની રીત શીખવવામાં આવી.
બાળકો પર સ્વસ્તિ વાંચન દરમિયાન અક્ષત વર્ષા આશીર્વાદરૂપે કરવામાં આવી.
બધા બાળકોએ એકબીજાને હાથ જોડી નવ વર્ષની શુભકામના પાઠવી અને ગુરુજનોને ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા આજરોજ બાળકો ટિફિનમાં પણ ઘરે બનાવેલી મીઠાઈ જ લાવેલા જેથી પુરુ વર્ષ મીઠાશ પૂર્ણ જાય એવી ભાવના કરવામાં આવી.
જ્યારે નવ વર્ષની ઉજવણી કરવાની રીત નવી પેઢી ની અંદર વિસરાતી જાય છે ત્યારે ભારતીય સંસ્કારોનું સિંચન કરવા માટે યુનિક સ્કૂલ કટિબદ્ધતા પૂર્વક પ્રયાસ કરી રહી છે.
બાળકો પરંપરાગત પહેરવેશ પહેરી મહારાષ્ટ્રમાં ઉજવાય એવી રીતે ગુડી નું પણ રોપણ કરી ગુડીનું પૂજન કર્યું અને ગુડી પડવાના પર્વને આનંદપૂર્વક માણ્યો.
જુલેલાલ જયંતિ નિમિત્તે સ્કુલની અંદર વરૂણદેવનું મહત્વ સમજાવવામાં આવ્યું અને એકબીજાને ચેતી ચાંદના શુભ સંદેશ પણ પાઠવવામાં આવ્યા.
યુનિક સ્કૂલ આપ સર્વેજનોને ભારતીય નવ વર્ષ અને સંવતસર, વિક્રમ સંવત 2080 ના મંગલ પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.