હાલ દિવસેને દિવસે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે એટેક આવનાર વ્યક્તિને કેમ બચાવવું તે અંગે તમામ શિક્ષકોને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી અને એટેક શા માટે આવે છે અને અન્ય પ્રશ્નો અંગે મંગલમ હોસ્પિટલના ડોક્ટર દિપકભાઈ અઘારા તેમજ જયેશભાઈ અઘારા દ્વારા ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ તકે આ તાલીમ આપી શિક્ષકોને મહિતગાર કરવા બદલ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેશભાઈ સોરીયા દ્વારા બંને ડોકટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.