Tuesday, February 4, 2025

મચ્છુ ડેમ 2 માં ઠાલવવા માં આવતા કચરા ના આક્ષેપો સિરામિક એસોસિએશને પાયા વિહોણા ગણી આક્ષેપ ને વખોડી કાઢ્યા

Advertisement

ગત સપ્તાહમાં ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ સમિતી મોરબી દ્રારા સિરામિક ઉધોગ પર કેમિકલયુક્ત કચરો મચ્છુ ૨ માં નાખે છે તેવો આક્ષેપ થયો હતો અને જીલ્લા વહીવટી માં ફરિયાદ થઇ હતી.
પરંતુ મોરબી સિરામિક ઉધોગના પ્રોસેસમા જે જે ઘન કચરો નિકળે છે તે ફરી વખત સીરામીક પ્રોસેસમા વપરાય જતો હોય છે છે કારણ કે આ ઘન કચરો ફરીથી પ્રોસેસમા વપરાતો હોય પ્રોડક્શન કોસ્ટ નીચી આવતી હોય છે માટે તે પણ કિંમતી છે અને સિરામિક માટે રો મટીરીયલ્સ છે. તો આવો ઘન કચરો નદી માં કે ક્યાય બહાર નાખવો કોઇ સીરામીક ઉધોગને પોસાય નહી. આ ઘન કચરો હાલ માં બજારમાં વેચાય છે અને ફરીવખત વાપરી ને ટાઇલ્સ બનાવવમાં આવે છે. તો જે ફરિયાદ થઇ છે તે મચ્છુ ૨ નો કેમિકલ યુક્ત કચરો અમારા સિરામિક ઉધોગનો નથી. સિરામિક ના યુનિટો આવા કચરા ક્યાય નાખતા નથી. સબંધકર્તા ને માલુમ થાય કે આ કચરો સિરામિક ઉધોગ નો નથી અને તથ્ય વિહોણા આક્ષેપ ને સિરામિક ઉધોગ વખોડે છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW