મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સફળ પ્રયત્નથી મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરના નાગરિકોને પરિવહનમાં સરળતા રહે અને માત્ર રૂપિયા ૫ અને ૧૦ માં મોરબીના કોઇપણ વિસ્તારમાં આવન-જાવન કરી શકે અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને સીટી બસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મોરબી નગરપાલિકા દ્વારા કુલ ૧૧ સીટી બસ આવતી તારીખ ૦૧/૦૯/૨૦૨૩ થી શરૂ કરવામાં આવી હતી ધારાસભ્ય દ્વારા ગાંધીચોક થી સીટી બસ ને લીલી ઝંડી આપી બસ સેવાનો પ્રારંભ કરાવવા આવ્યો હતો