Thursday, January 9, 2025

મોરબીના વિરાટનગર(રં)ગામે વડસોલા પરિવારનો સાતમો પંચકુંડી યજ્ઞ સંપન

Advertisement

*મોરબીના વિરાટનગર(રંગપર) ગામે વડસોલા પરિવારનું સ્નેહમિલન,યજ્ઞ તેમજ તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ યોજાયો*

મોરબીના વિરાટનગર (રંગપર) ગામે દર વર્ષે દશેરાના શુભ દિને કુળદેવી બુટભવાની મંદિરમાં સમસ્ત વડસોલા પરિવારનો દર વર્ષની જેમ સાતમો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં વડસોલા પરિવારના દંપતિ યજ્ઞમાં યજમાન બન્યા. અને શાસ્ત્રી યતિનભાઈ દવે દ્વારા પંચકુંડી યજ્ઞ શાસ્ત્રોતકત વિધિથી યોજવામાં આવ્યો.અને ગત વર્ષે એસ.એસ.સી. એચ.એસ.સી. તેમજ સ્નાતક અનુસ્નાતક કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું.અને સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા વિરાટનગર ગામે વસતા વડસોલા પરિવારના યુવાન ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW