Saturday, May 24, 2025

પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું મોરબીમાં આયોજન

Advertisement
Advertisement
Advertisement

વર્ષ ૧૯૯૬થી કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહી છે ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે.

ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર તેમજ મંત્રી કેશુભાઈ ચાવડા ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પિતાની છત્ર છાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપી શકાય તે માટે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરેલ છે. આ લગ્નોત્સવ બાદ વધતા દાન ને માત્ર ને માત્ર પિતા વગરના બાળકો ના અભ્યાસમાં ઉપયોગ લેવામાં આવશે.
આ સમૂહ લગ્નોત્સવનો લાભ લેવા માંગતા મોરબી જિલ્લાના કોઈ પણ જ્ઞાતિના પરિવારજનો આગામી ૧૮-૧૨-૨૦૨૩ ના રોજ થી નીચેના સ્થળે ફોર્મ મેળવી શકશે,
પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસ પરા મેઈન રોડ, મોરબી, સમય સવારે ૧૦ થી ૧

લગ્નોત્સવ આગામી ૧૮/૦૨/૨૦૨૪ ના રોજ મોરબી ખાતે યોજાશે.
વધુ માહિતી માટે ટ્રસ્ટ ના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર – ૯૬૨૪૬૮૬૭૧૮ તેમજ મંત્રી કેશુભાઈ ચાવડા – ૬૩૫૨૮૮૩૭૭૨ પર સંપર્ક કરવો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW