મતદાન જાગૃતિ, બુથ અને ફિલ્ડના કર્મચારીઓ, 85+ અને PWD મતદારો માટેની વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા જરૂરી સુચના આપતા કલેક્ટર કે.બી. ઝવેરી
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ હીટ વેવને પગલે હાલ ફિલ્ડના કર્મચારીઓ માટે મંડપ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવા, બુથ પર તમામ નોડલ અધિકારીઓને મુલાકાત કરવા, સ્ટાફ ડેટાબેઝ સેકન્ડ રેન્ડમાઈઝેશન માટેની યોગ્ય તૈયારીઓ કરવા, ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાન કરી શકે માટે ફેસેટિલેશન સેન્ટર સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા, 85+ અને PWD મતદારો માટે વ્હીલચેર, વાહન તથા સહાયકની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા, મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજવા અને જ્યાં અગાઉ ઓછુ મતદાન થયું હોય તેવા મતદાન મથકોમાં પર વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવા, તમામ બુથ પર પોલીંગ સ્ટાફ માટે વેલ્ફેર કીટ, મેડિકલ કીટ તથા અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંલગ્ન નોડલ અધિકારીઓને સુચના આપી હતી.