આજના સમયે જ્યારે રાસાયણિક ખાતર અને દવાઓનો વ્યાપ વધી રહ્યો છે ખેતીમાં ઉત્પાદકતા ઘટી રહી છે. જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ ગઈ છે ત્યારે આજના સમય માં પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વ રૂપ બની ગઈ છે. પ્રાકૃતિક ખેતી એ તેવી ખેતી પદ્ધતિ છે જેમાં જમીન માટે જરૂરી પોષક તત્વો અને પૃથ્વી સંરક્ષણને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક ઢબે પરંપરાગત ખેત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
જમીનના સંરક્ષણ માટે જરૂરી એવી પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ થતો નથી, જે જમીનના પોષક તત્વોને સચોટ રીતે જાળવે છે. તે જમીનમાં જરૂરી મિત્ર કીટકોને જાળવી ખેતી માટે અનુકૂળ વાતાવરણનું સર્જન કરે છે. જેથી માટીની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
પ્રાકૃતિક ખેતીમાં જૈવિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે, જે જમીન, પાણી અને વાયુંને કોઈ પણ રીતે નુકસાન કરતું નથી. તો રાસાયણિક પદાર્થોના વપરાશ વિનાના ઉત્પાદિત ખોરાક સ્વસ્થ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ લાંબા ગાળે કુદરતી સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે, જે જમીન અને પર્યાવરણ માટે ટકાઉ વિકાસ પ્રોત્સાહિત કરે છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ માત્ર ખેતી પૂરતું જ સીમિત નથી પરંતુ સમગ્ર પર્યાવરણ અને જીવન સૃષ્ટિના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે.