મોરબી જિલ્લામાં તા.૧૩/૦૧/૨૦૨૫ ના જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના ૨૦-ગામોની આકસ્મિક તપાસણી કરવા બાબતે ૨૦-અધિકારીશ્રીને સુચના આપાઈ હતી.
આ ગામોમાં ટંકારા વાધગઢ, હરબટીયાળી, ખાખરા, વાંકાનેર અદેપર, સરતાનપર, ચાંચડીયા, ખીજડીયા, પ્રતાપગઢ, મોરબી ગ્રામ્ય, માનસર, જીવાપર (ચ), કેરાળા, સોખડા, હળવદ કિડી, ઘનશ્યામપુર માળીયા(મી.), દેરાળા, મોટાભેલા સહિતના ગામનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મોરબી જિલ્લાના સમાવિષ્ટ તાલુકાના ૧૬-ગામોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના ૧૬-અધિકારીશ્રીઓ દ્વારા આકસ્મિક તપાસણી સમયે ગામની આંગણવાડી, પ્રાથમિક/ માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી, પશુ દવાખાના, પી.એચ.સી./ સી.એચ.સી./ સબ સેન્ટર, મઘ્યાહન ભોજન કેન્દ્ર, વ્યાજબી ભાવની દુકાન, બેન્કની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ૬-જેટલા કર્મચારીશ્રીઓ ફરજ ઉપર હાજર મળેલ ન હતા.
આ ઉપરાંત ગામોમાં તપાસણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસ મુજબ મોરબી જિલ્લા કલેકટરના માર્ગદર્શન અનુસાર ગેરહાજર સ્ટાફ વિરુદ્ધ સંબંધિત ખાતાના વડાઓ પાસે તેઓની તાબાની કચેરીના અધિકારી/કર્મચારીને અનઅધિકૃત ગેરહાજરી (નિયત સમય કરતા મોડા આવેલા હોય તેમ) બદલ શિક્ષાત્મક પગલા ભરવા સુચના આપી હતી.
આ સિવાય ૧૬-ગામોની મુલાકાત દરમ્યાન કુલ ૫૬-પ્રશ્નોનો સમવેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે સંબંધિત ખાતાને સુચના આપી છે. ભુતકાળમાં થયેલ મુલાકાતો અન્વયે ૪૦૭-પ્રશ્નો મળેલ, જેના ૧૮૯-પ્રશ્નો કામો પુર્ણ કરવામાં આવ્યા છે. બાકીના ૨૧૮-પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી હાલમાં શરુ છે. આ સાથે તમામ સંબંધિત અધિકારી ઓ/ કર્મચારીઓને પ્રજાના કામ સુનિયત સમયે પુર્ણ કરવા અને સમયસર હાજર રહીને પ્રજાલક્ષી કામગીરી ખંતપુર્વક કરવા સુચના આપવામાં આવી હતી. તેમ કલેકટર કચેરી, મોરબીની યાદીમાં જણાવાયું છે.