મોરબી એલસીબી પોલીસ ને ખાનગી રાહે હકિકત મળેલ કે, શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે. બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો અમુક ઇસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગે.કા પ્રવૃતી કરે છે. જે હકીકત આધારે પોલીસે રેઇડ કરી બે ઇસમોને રૂ. ૫૦,૬૬,૦૭૯/-ના મુદામાલ સાથે પકડી પાડી કુલ-૪ આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
– પકડાયેલ આરોપીના નામ સરનામા –
(૧) રાહુલ જેતારામ કુરાડા/બિશ્નોઇ રહે પમાણા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)
(૨) બુધારામ વાગતારામ ખિચડ/બિશ્નોઇ રહે. ભુતેલ તા. સાંચોર જી.જાલોર (રાજસ્થાન)
– પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા –
(૧) ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે. બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)
(૨) ટેંન્કર નં.GJ-06-AZ-0432 નો ચાલક
> કબ્જે કરેલ મુદામાલ –
1. ગેસ ભરેલ ટેન્કર નં. GJ-06-AZ-0432 ગેસના જથ્થા સહિતની કૂલ કિં.રૂ.૫૦,૧૦,૫૮૯/-
2. ગેસ ભરેલા સીલેન્ડર નંગ-૨૬ બાટલા સહીત કિ.રૂ.૪૧,૮૯૦/-
3. ગેસના ખાલી સીલેન્ડર નંગ-૨૧ કિ.રૂ.૧૦,૫૦૦/-
4. ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી નળી નંગ-૧ તથા રીફલીંગ મોટર નંગ-૧ તથા અન્ય સાધનો મળી કુલ કિ.રૂ. ૫૦,૬૬,૦૭૯ /- નો મુદામાલ કબ્જે કરેલ છે.