Tuesday, March 4, 2025

શહેરમા શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ માથી ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી મોરબી સીટી એ ડી.પોલીસ

Advertisement

સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હસમુખભાઇ લખમણભાઇ કોઠીયા રહે.મોરબી શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદીરની બાજુમા વાળાએ પોતાના નવા રહેણાંક મકાનમા સામાન ફેરવેલ તે દરમ્યાન સોના ના દાગીના તેમજ રોકડા રૂપીયા ભરેલ થેલા ભાડે રહેતા મકાનમા ભુલાઇ ગયેલ હોય જે મકાન પાડવા મજુર લોકોને આપેલ હોય જે મજુરો એ સદરહુ થેલાની ચોરી કરી તેમાથી રોકડ રૂ.૩,૨૦૦૦૦/- તથા સોનાના દાગીના કિ.૧૦,૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૪૦,૦૦૦/-ની ચોરી થયેલાની ફરીયાદી ની ફરીયાદ આધારે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૩૨૭/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૫(એ),૩૩૧(૨), મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ હતો

આકામની તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ એ હ્યુમન સોર્સીસ આધારે તેમજ સી.સી.ટી.વી. એનાલીસીસ દરમ્યાન એ.એસ.આઇ સવજીભાઇ દાફડા તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજા ને બાતમી મળેલ કે સદરહુ મકાનમાં ચોરી થયેલ તેમા કામ કરવા આવેલ મજુરો હોવાની બાતમી મળતા મજુરો ની પુછપરછ કરતા તેને જણાવેલ કે તેઓ મકાન પાડવા આવેલ ત્યારે મકાનમા એક થેલો હોય તેમા રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી આવતા તેની ચોરી કરી લીધેલ હોવાની કબુલાત આપેલ હોય અને સદરહુ ચોરી કરેલ દાગીના તેના દલવાડી સર્કલ કેનાલ પાસે આવેલ ઝુપડામા છુપાવેલ હોવાનુ જણાવતા આરોપીના ઝુપડામાથી ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ.૧૦,૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૪૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી –

(૧) રાકેશભાઇ S/O વાગુભાઇ ભીલાભાઇ નીનામા

(૨) મુકેશભાઇ S/O વાગુભાઇ ભીલાભાઇ નીનામા રહે.બંને મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ મુળરહે. જાંબુખંદન તા.બાજના જી.રતલામ (એમ.પી)

(૩) જયોતિબેન રાકેશભાઇ S/O વાગુભાઇ નીનામા રહે.મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ મુળરહે.જાંબખાદ તા.બાજના જી.રતલામ (એમ.પી) (અટક કરવા પર બાકી)

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ –

કબ્જે કરેલ મુદામાલ વિગત

સોનાના દાગીના કિ.રૂ.૧૦,૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૪૦,૦૦૦/-/-

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW