Wednesday, March 26, 2025

હળવદના રાણેકપર ગામના બુટલેગરોની ગેરકાયદેસર દુકાનો ઉપર બુલડોઝર ની કડક કાર્યવાહી યથાવત

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા માર્ગદર્શન મુજબ હળવદ પો. સ્ટે વિસ્તાર – પ્રોહી બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ જેમાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવઘણ ગણેશભાઈ ઉદેચા તથા રાજુ નવઘણભાઇ ઉદેચા રહે બંને રાણેકપર તા.હળવદ વાળા બંને ઇસમો વિરુધ્ધમાં ઈંગ્લીશ તથા દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયેલ છે. ઉપરોક્ત બંને ઈસમોએ હળવદ નગરપાલિકા હેઠળની સરકારી જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો બનાવેલ હોય જે બાબતે પ્રાથમિક તપાસ કરતા સદરહુ જમીન સરકારી હોય જે ખાલી કરાવવા મામલતદાર મારફત નોટીસ ઈશ્યૂ બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો હટાવી ખાલી કરી આપેલ હોય જે જગ્યાએ મામલતદાર હળવદની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે
જે સરકારી જમીન આશરે 450 ચોરસ વાર હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 72,314/ નું દબાણ કરી પાકી દુકાનો_4 બનાવેલ જે જગ્યાએ ડિમોલિશન કરેલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW