Saturday, March 7, 2026

માળીયામિંયાણાના દેવગઢ રોડ‌ પર આવેલ પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી કરનાર ચાર ઇસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

કચ્છના અંજારના આરોપીઓને‌ માળીયા પોલીસે‌ દબોચી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો પાંચ શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા

માળીયામિંયાણાના દેવગઢ જતા રોડ પર આવેલ પવનચક્કીનો કેબલ વાયર ચોરી થયેલ હોય જેમાં અજાણ્યા માણસોએ સુઝલોન કંપનીની પવનચક્કીના દરવાજાના તાળા તોડી પવનચક્કીના પાવર સપ્લાયના કોપર વાયરની ચોરી કરી લઇ ગયેલ હોય જે ચોરીના ગુનાને અંજામ આપનાર ઇસમો હાલે માળીયા શહેશાવલી પાટીયા પાસે આવેલ હોવાની બાતમી મળતા માળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ ઇસમોની તપાસ કરતા કુલ ચાર ઇસમો સાજીદ ખમીશાભાઈ ઘાંચી (ઉ.વ. ૨૫) રહે. સીતારામ પરીવાર વિસ્તાર રેલ્વે ફાટક પાસે‌ અંજાર જી કચ્છ ભુજ કાસમશા ઇબ્રાહીમશા શેખ (ઉ.વ. ૩૦) રહે. શેખટીંબા બાપુની દરગાહ પાસે અંજાર જી. કચ્છ ભુજ ઇબ્રાહીમભાઇ યુસુફભાઈ સામતાણી (ઉ.વ.૨૧) રહે. હાલ શેખટીબા બાપુની દરગાહ પાસે અંજાર જી. કચ્છ ભુજ મુળ રહે. માળીયામીયાણા તથા સમીરભાઇ હનીફભાઇ મકવાણી (ઉ.વ. ૨૧) રહે. હાલ શેખટીંબા બાપુની દરગાહ પાસે અંજાર જી. કચ્છ ભુજ મુળ શિકારપુર તા. સામખીયાળી જી. કચ્છ ભુજવાળો શંકાસ્પદ હાલતમાં મળી આવતા આરોપીઓને ઝડપી પાડી ચારેય આરોપીઓએ ગુનો કરેલની કબુલાત આપતા જે ચારેય ઇસમોની સઘન પુછપરછ કરતા આરોપીઓ પાસેથી કોપર વાયરના ઘુચરા વજન આશરે ૯૦ કિલો કિ.રૂ. ૭૨૦૦૦ ઓક્સીજનનો બાટલો નંગ-૦૧ કિ.રૂ. ૫૦૦૦ ગેસ કટર તથા રબ્બરની પાઇપો કિ.રૂ.૨૫૦૦, લોખંડની કોસ એક કિ.રૂ. ૧૦૦ લોખંડના ફણા વાળી લાકડાના હાથા વાળી કુહાડી એક કિ.રૂ. ૧૦૦ મળી કુલ કિ.રૂ. ૮૦,૭૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે જ્યારે અન્ય પુછપરછ દરમ્યાન અન્ય પાંચ ઇસમો અનીલ કોળી રહે. શેખટીંબા‌ નાળાપાસે અંજાર જી. કચ્છ ભુજ‌ રફીક તાજુભાઇ ભટ્ટી રહે. માળીયા મીયાણા, શકુર ઉર્ફે ભુરો જુસબ જેડા રહે. માળીયા મીયાણા લાલાભાઈ ગોરધનભાઇ રહે વીડી બગીચો વીડીરોડ અંજાર જી. કચ્છ ભુજ મુળ રહે મોટા ભડલા તા. પાળીયાદ જી. બોટાદ લાલાભાઇ ની બોલેરો ગાડીનો ડ્રાઇવરનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW