મોરબી મચ્છુ જળ હોનારતની આજે ૪૬મી વરસી મોરબી ગૌરવ સમાચાર દિવંગતોને આપે છે ભાવપુર્ણ શ્રદ્ધાંજલિ
મોરબી શહેરના નગરજનો મચ્છુ જળ હોનારત ૧૧મી ઓગસ્ટ ૧૯૭૯ના કાળમુખા દિવસને ક્યારેય ભુલી નહીં શકે આજે મચ્છુ જળ હોનારતની ૪૬મી વરસી છે આજના દિવસે એટલે કે આજથી ૪૫ વર્ષ પહેલા મોરબીના જોધપર પાસે આવેલ મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો જેના ધસમસતા પાણીના મોજા મોરબી શહેર ઉપર ફરી વળતા મોટી ખાનાખરાબી સર્જાઇ હતી જેમાં હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં લોકો તહેવારની તૈયારી કરતા હતા ત્યાં મોરબી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની પુષ્કળ આવકના કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો અને ૧૧મી તારીખે પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે જળપ્રલયની ભયાનક ઘટના બની હતી જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો બેઘર થયા હતા જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે ત્યારે આજરોજ ૧૧ ઓગસ્ટના દિવસે મચ્છુ જળ હોનારતની ૪૬મી વરસી હોવાથી મોરબી મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા બપોરે સાઈરન વગાડીને હોનારતમાં મોતને ભેટેલા દિવંગતોને ભાવપુર્ણ શ્રધાંજલિ અર્પણ કરીને દિવંગતોની આત્માને પરમાત્મા પરમ કૃપાળુ શાંતિ આપે મૌન રાખીને પ્રાર્થના કરીને શ્રધાંજલિ અર્પણ કરે છે





