મોરબી ખાતે વન કવચનું લોકાર્પણ કરવા પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી હેલીપેડ ખાતે આગમન થતા મોરબીના પદાધિકારીઓ/અધિકારીઓ તથા આગેવાનો દ્વારા મોરબીની ભૂમિ પર સ્નેહભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, સાસંદ કેસરીદેવસિંહ ઝાલા અને ચંદુભાઈ શિહરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરિયા, પ્રકાશભાઇ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, રેન્જ આઈજી અશોકકુમાર, વન વિભાગના HoFF & PCCF એ.પી. સિંઘ, કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આદરભેર આવકાર્યા હતા.





