મોરબી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ની પ્રેરક ઉપસ્થિતી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના રાજવી પરિવાર ના મહારાજા, રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા નું જલારામ ધામ ખાતે અદકેરુ સન્માન કરતા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ.

લોહાણા સમાજ નાં સાવજ સ્વ.રસિકલાલ અનડકટ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં રાજ્યસભા ના સાંસદ

મોરબી ના જલારામ ધામ ખાતે શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ. રત્નેશ્વરીદેવીજી ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે વાંકાનેર રાજવી પરિવાર ના મહારાજાશ્રી-રાજ્યસભા ના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા જલારામ ધામ ખાતે ઉપસ્થિત રહી કથા શ્રવણ નો લાભ લીધો હતો. રાજ્ય સભા ના સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા લોહાણા સમાજ ના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ તથા મોરબી લોહાણા સમાજ પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથે ના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે તેમનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વાંકાનેર આવ્યા ત્યારે સ્વ.રસિકલાલ અનડકટે તેમણે રાજકારણ માં પ્રવેશવા પ્રેરીત કર્યા હતા, તે ઉપરાંત લોહાણા સમાજ ના અગ્રણીઓએ સમગ્ર પંથક ના વિકાસ માં અનન્ય ફાળો અર્પણ કર્યો છે તેવું તેમણે ઉમેર્યુ હતુ. મોરબી જલારામ ધામ ની સેવાકીય પ્રવૃતિઓને પણ તેઓએ બિરદાવી સંસ્થાના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્વ.રસિકલાલ અનડકટ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આગામી સમયમાં સંસ્થા ના અગ્રણીઓ સાથે ના આ જુના સંબંધો વધુ નિકટ બનશે તેવું તેમણે જણાવ્યુ હતું.
મોરબી જલારામ ધામ ખાતે વિશેષ ઉપસ્થિત વાંકાનેર રાજવી પરિવાર નાં મહારાજાશ્રી-રાજ્યસભા નાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા નું મોરબી લોહાણા સમાજ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી (પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી), હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી), ભાવીનભાઈ ઘેલાણી (ભાજપ અગ્રણી), રમણીકભાઈ ચંડીભમર (ટ્રસ્ટી-શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી), પ્રતાપભાઈ ચગ (ટ્રસ્ટી-શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી), કીશોરભાઈ ચંડીભમર (અગ્રણીશ્રી-જલારામ ધામ-મોરબી), નવીનભાઈ રાચ્છ (ઉપપ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી), પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ-શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી, ચિરાગભાઈ રાચ્છ (અગ્રણી-અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી), નિર્મિતભાઈ કક્કડ (પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી), પારસભાઈ ચગ (ઉપપ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી), અનિલભાઈ સોમૈયા (પ્રોજેક્ટ ચેરમેન તથા મહામંત્રી-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી), નિરવભાઈ હાલાણી (અગ્રણી-શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી), હસુભાઈ ચંડીભમર (લોહાણા સમાજ અગ્રણીશ્રી), સુનિલભાઈ પુજારા (સંચાલક-શ્રી જલારમા વેવિશાળ માહિતી કેન્દ્ર-મોરબી), નરેન્દ્રભાઈ પાઉ (અગ્રણીશ્રી- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા એકતા એ જ લક્ષ્ય સંગઠન-મોરબી), જયંતભાઈ રાઘુરા (વરિષ્ઠ ઉપપ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી), અનિલભાઈ ગોવાણી (સહમંત્રી-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી), કીશોરભાઈ ઘેલાણી (ખજાનચીશ્રી-જલારામ ધામ-મોરબી), મનોજભાઈ ચંદારાણા (સહમંત્રી-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી), વિપુલભાઈ પંડીત, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, દરેક પોથી યજમાનો, ભાવનાબેન સોમૈયા (પ્રમુખ-શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી) સહીતનાં લોહાણા સમાજ ના અગ્રણીઓ ઉપરાંત સી.ડી.રામાવત (રામાનંદીય સમાજ અગ્રણી) , ડો.બી.કે.લહેરુ (બ્રહ્મ સમાજ અગ્રણી), કે.પી.ભાગીયા સાહેબ (પટેલ સમાજ અગ્રણી), જયેશભાઈ કંસારા (કંસાર સમાજ અગ્રણી) સહીતના અગ્રણીઓ દ્વારા અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW