Sunday, March 8, 2026

ચાલો જાણીએ બીજા નોરતા નું મહત્વ શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે પાસે થી

Advertisement
Advertisement
Advertisement

સર્વ ઉપાસના અને સાધના માં માતાજી ની આરાધના સર્વોતમ છે.
માં ભગવતી ના ઉપાસના ના બીજા નોરતાના દિવસે માતાજીના માતા બ્રહ્મચારિણી સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે માતાજીની પૂજા કરવાથી જીવનમાં તપ, ત્યાગ, સદાચાર અને સંયમનું મહત્વ વધે છે.
માતા બ્રહ્મચારિણી એટલે કોણ ?

‘બ્રહ્મ’નો અર્થ ‘તપ’ અને ‘ચારિણી’નો અર્થ ‘આચરણ કરનાર’ થાય છે. એટલે કે, જે તપનું આચરણ કરે છે તે બ્રહ્મચારિણી. આ સ્વરૂપમાં માતાજીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને તેમના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ હોય છે.
પૌરાણિક કથા અને મહત્વ:-
પૌરાણિક કથાઓ અનુસાર, માતા બ્રહ્મચારિણી માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ છે. તેમણે ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યા દરમિયાન તેઓએ સેંકડો વર્ષો સુધી ફળ, ફૂલ અને પાંદડા ખાઈને અને પછી તો પાણી પણ છોડીને માત્ર તપ જ કર્યું હતું. તેમના આ તપથી ત્રણેય લોક હલી ગયા હતા. તેમના આ તપને કારણે તેમનું નામ ‘બ્રહ્મચારિણી’ પડ્યું.
આજના દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ભક્તોને ધૈર્ય, તપ અને સહનશક્તિ જેવા ગુણો પ્રાપ્ત થાય છે. જે લોકો જીવનમાં કોઈ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોય, તેમને આજના દિવસે માતાજીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. માતા બ્રહ્મચારિણી ભક્તોની ઇચ્છાઓ પૂરી કરે છે અને તેમને મુક્તિ તથા મોક્ષના માર્ગ તરફ દોરે છે.
ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર ડી.દવે
મહાવીર નગર સોસાયટી
સામાકાંઠે ગજાનન મોરબી -૨
મો.80009 11444

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW