Wednesday, March 11, 2026

વોટ્સએપ પર RTO ના ચલણ મોકલી છેતરપિંડી કરનાર બેલડી ને ઝડપી લેતી સાયબર ક્રાઈમ પોલીસ મોરબી

Advertisement
Advertisement
Advertisement

વહોટસએપ મા RTO CHALLAN.Apk ” નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી બેંક એકાઉન્ટમાથી રૂ.૨૪,૩૪,૭૦૯/- ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી/વિશ્વાસધાત કરતા આરોપીઓને રાજસ્થાન રાજ્યના જયપુર ખાતેથી પકડી પાડતું મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન.

Advertisement

ગઇ તા.૧૩/૦૬/૨૦૨૫ ના રોજ ફરીયાદી કાજલબેન સવજીભાઇ ગામીના મોબાઈલ નંબર પર વ્હોટસઅપ ઉપર RTO CHALLAN.Apk નામની એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી ઓટીપી મેળવી ફરીયાદીના બેંક એકાઉન્ટ હેક કરી ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્જેકશન કરી કુલ રૂ. રૂ.૨૪,૩૪,૭૦૯/- ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી/વિશ્વાસધાત કરી લીધેલ જે બાબતે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. ખાતે તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ ગુ.૨.નં.૧૧૧૮૯૦૦૩૨૫૧૦૯૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૧૮(૪) તથા આઇ.ટી એકટ કલમ ૬૬(સી), (ડી) મુજબ ગુનો દાખલ થયેલ.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા ની સુચના મુજબ એ.એસ.આઈ સંજયકુમાર પટેલ તથા રજનીકાંત કૈલા દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મેળવી આરોપીઓ રાજસ્થાનના જયપુર ખાતે હોય જેથી આરોપીને શોધી કાઢવા માટે તાત્કાલિક ટીમ જયપુર ખાતે જઈ આરોપી (૧) અજયસિંધ સ/ઓ પ્રેમસિંઘ ચૌહાણ ઉ.વ.૨૪ રહે. ગણેશનગર, ૨-સી રામનગર, સોડાલા વિસ્તાર, જયપુર રાજસ્થાન તથા (૨) તેજસિંઘ સ/ઓ રઘુવીસિંધ ગૌડ ઉ.વ.૨૪ જાતે-રાજપુત ધંધો- ઈવેન્ટ મેનેજર રહે, ડી-૭, વેદ વિલ્લા કોલોની, સ્વેજ ફાર્મ, રામનગર સોડાલા વિસ્તાર, જયપુર, રાજસ્થાન વાળાઓને પકડી પાડી વધુ તપાસ પોલીસે હધધરી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW