હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૯૫ કિ.રૂ ૨,૫૩,૫૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં આરોપીની વાડીએ રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ -૧૯૫ કુલ કિ.રૂ ૨,૫૩,૫૦૦/- તથા એક બાઈક GJ 13 JJ 0490 વાળુ જેની કિ.રૂ ૩૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨,૮૩,૫૦૦ ના મુદામાલ સાથે આરોપી તેજશ ઉર્ફે પિન્ટુ નરશીભાઈ લાઘણોજા રહે ગામ ખાખરેચી તા.હળવદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુરેશ જેસીંગભાઇ સુરેલા રહે ગામ ગોલાસણ તા.હળવદવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW