મોરબી શહેરમાં સરદારબાગની ભવ્ય સફળતા બાદ વધુ ત્રણ ફરવાલાયક બગીચાને રિનોવેશન કરીને ટનાટન બનાવાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ:મયંક દેવમુરારી)

મોરબી મહાનગરપાલિકા દ્વારા શંકર આશ્રમ કેસરબાગ સુરજબાગને લાખોના ખર્ચે ડેવલપમેન્ટ કરીને ત્રણેય બાગોને નવા રંગરૂપ આપશે શહેરીજનોમાં ખુશીની લહેર

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ એક પછી એક વિકાસ કાર્યોમાં વધારો થઈ રહ્યો છે જેમાં તાજેતરમાં શનાળા રોડ પર આવેલા સરદારબાગને ખુલ્લો મુકાયો હતો જેને લોકોએ સારો પ્રતિસાદ આપી બગીચામાં ભીડ જોવા મળે છે જેની ભવ્ય સફળતા બાદ શહેરમાં વધુ ત્રણ બાગોને નવા રંગરૂપ સાથે બાગ બગીચાઓને શહેરીજનો માટે નવા બનાવવા પાલીકાની તૈયારી છે જેની કામગીરી ટુંક સમયમાં ચાલુ પણ‌ થઈ જવાની હોવાનું જાણવા મળ્યું છે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરીજનોની સુખાકારી માટે સારા ફરવાલાયક સ્થળો ન હોવાથી મહાનગરપાલિકાના કમિશનરની સૌપ્રથમ શહેરમાં લોકો માટે સારા ફરવાલાયક સ્થળોને ટનાટન બનાવવા માટે બીડું ઝડપ્યું હોય તેમ તાજેતરમાં સરદારબાગને રિનોવેશન કરીને ડેવલપમેન્ટ કરી લોકો માટે નવા રંગરૂપ સાથે બાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે વધુ ત્રણ ફરવાલાયક સ્થળોને ડેવલપમેન્ટ કરવા પાલીકા પ્રોજેક્ટ હાથ ધરશે મોરબી શહેરની શાંતિપ્રિય જનતા રાત્રી દરમિયાન ફરવા નિકળતા હોય પરંતુ સારા બાગ બગીચા કે ફરવાલાયક સ્થળો ન હોવાના કારણે પાડાપુલ કે રોડ પર જ શહેરીજનોની ભીડ જોવા મળે છે જેથી પાલીકા દ્વારા લોકોને સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય રોડ પર ભીડ ન થાય ટ્રાફીક ઓછું થાય તેવા સુંદર આયોજન થકી પાલીકા ટૂંકા પ્લાન સાથે મેદાનમાં ઉતરી વધુ ત્રણ બાગ બગીચાઓને ટનાટન બનાવવા ડેવલપમેન્ટ કરવા રિનોવેશનની કામગીરી હાથ ધરશે જેમાં શંકર આશ્રમ કેસરબાગ સુરજબાગને લાખોના ખર્ચે ડેવલપમેન્ટ કરવા માટે કામગીરી ચાલુ કરશે આમ મોરબી શહેરમાં ફરવાલાયક સ્થળોને‌ વિકસાવવી પાલીકા દ્વારા મોરબી શહેરની જનતાને દિવાળી ભેટ સ્વરૂપે નવા વર્ષની શરૂઆતમાં ત્રણ બાગ બગીચાઓનુ રિનોવેશન કરીને નવા રંગરૂપ સાથે ભેટ આપશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી જેથી વધુ ત્રણ‌ બાગો ઝગમગતા આભલાની જેમ ભેટ સ્વરૂપે મળતા શહેરીજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW