મોરબી તાલુકા ના ગોર ખીજડીયા ગામે હાલ દિવાળી જેવા તહેવાર માં ચોરી લૂંટ ના બનાવો ના બને માટે પોલીસ પેટ્રોલિંગ વધારવા અને GRD જવાન મૂકવા મા આવે તેમજ ગોર ખીજડીયા થી મોરબી જતા રોડ પર થોડાક સમય થી કાળા કાચ વાળી ગાડી લય ને આવારા તત્વો નો ત્રાસ વધી રહ્યો છે આવી એકદમ કાળા વારી ગાડી લય ને રોડ પર બેસી ત્યાં થી નીકળતી બહેનો અને વિદ્યાર્થીની ઓ નો પીછો કરે અને છેડતી કરી નાશી જાય છે તો જેથી તાલુકા પીઆઇને વિનંતી છે કે આવા અસામાજિક તત્વો ને કાયદા નું ભાન કરાવો અને દિવાળી ના તહેવારો માં મોરબી ખરીદી માટે નીકળતા લોકો પોતાને સરક્ષિત મેહસૂસ કરે એવા તાત્કાલિક પગલા ભરવા માં આવે તેવી માંગ ગોર ખીજડીયા ના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા તાલુકા પીઆઈ ને રજૂઆત કરવામાં આવી છે





