આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેડિકલ કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન ૨૩-૧૧-૨૦૨૫ , રવિવાર ના રોજ શ્રી આયતિજ ફિઝીયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા–૨ , નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે કરવામાં કરવામાં આવ્યું હતુ. મફત આરોગ્ય કેમ્પમાં કુલ ૫૦ થી વધારે દર્દીઓને આરોગ્યલાભ મળ્યો.

આ કૅમ્પ માં ડૉ. તેજશ જોગી (Ms Orthopeadiuc) દ્વારા સાંધાના દુખાવા , કમર–ગરદન નો દુખાવો, હાડકાં અને સ્નાયુના રોગોની તપાસ અને નિદાન સહિત ખાસ ફિઝીયોથેરાપી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાણી ડૉ.ધ્વનિ નીમાવત, ડો.ખ્યાતિ પરમાર, અને ડૉ. પ્રતિક દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું. દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા.
વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર તથા બીજા વર્ષ ના શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી ના વિદ્યાર્થી દ્વારા લોકોને ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવી.
આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્યલાભ મળ્યો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ.
શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી.”

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW